About us

Welcome to the Niradhar No Aadhar aid network

Welcome to Niradhar No Aadhar, a dedicated platform committed to supporting mentally unfit individuals in their journey towards treatment and rehabilitation. We aim to bridge the gap between those in need and the resources that can transform their lives.

માનવસેવા એજ પ્રભુસેવા

સૌથી મોટો ધર્મ એટલે “માનવતા” “માનવસેવા એજ પ્રભુસેવા” ના સુત્રને સાર્થક કરતુ અને સેવાને ભગવાનની ભકિત અને પુજા ગણી માનવસેવા રૂપી કાર્યો કરતી સંસ્થા એટલે “નિરાધાર નો આધાર”

  • સેવા એ પણ એવા જીવોની એવા વ્યકિતઓની જેઓ માનસીક અસ્થિર હોય જેમની નજીક જતા જ અસહ્ય દુર્ગંધ આવતી હોય રસ્તા પર રખડતા ભટકતુ જીવન જીવતા, ભુખ્યા થાય તો નીચે પડેલુ ખાઈ અને જે મળે તેનાથી ચલાવતા,અસ્થિર મગજ ધરાવતા બિનવારસી મગજ ધરાવતા બિનવારસી લોકોની જી…હા…
    આવા જ લોકો કે જેમની નજીક પણ જતા લોકો અચકાતા હોય તેવા વ્યકિતઓ ને પ્રભુજી સ્વરૂપ ગણી આશ્રમમાં આશરો આપતી અને એક પરિવારની જેમ સાચવતી સંસ્થા એટલે
    “નિરાધાર નો આધાર માવનસેવા ટ્રસ્ટ”

વિચારધારા

વિશ્વના તમામ પ્રાણીજીવ તેમજ મનુષ્યને જીવવાનો સંપૂર્ણ અધિકાર છે. પરંતુ સામાજીક સમસ્યા અથવા આર્થિક સમસ્યા ઓથી મજબુર અમુક આત્માજીવ જેઓ પરિવારથી વિખુટા પડી ગયા છે, તેઓ ને પરિવાર રૂપી પ્રેમ, હૂંફની લાગણી આપવી..

વડોદરાના મૂકબધીર બાળકનું પરિવાર સાથે સુખદ મિલન
નિવારની આધારના આરે હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી થયું મિન
“હરાનો
“મુકબધીર બાળકનું પરિવાર સાથે મિલન”
“પ્રભુજીઓને પીસાત શુધ્ધ અને સાત્વીક ભોજન
રોજ સ્નાન કરાવવું, પોષ્ટીક આહાર, યોગ્ય સારવાર, પ્રભુ ભકિત, તેમજ વાસ્તવિક જીવન માંથી સમાજની અંદર તેમજ પરિવાર સુધી પહોચાડવા ના પ્રયાસો.
હાલ આશ્રમમાં ૭૦ જેટલા પ્રભુજીઓ આશ્રય લઇ રહયા છે, જેઓ માનસિક બિમારી થી પિડાય છે તેમજ બિનવારસી છે. પ્રભુજીઓને આ આશ્રમમાં નિસ્વાર્થ પણે એક પરિવારની જેમ પ્રેમ હુંફ અને લાગણી મળે તે પ્રકારનું આયોજન સંસ્થા દ્વારા કરાવામાં આવે છે.

ઉદ્દેશ્ય

  • માનસેવા રૂપી કાર્ય કરી રહેલા સંસ્થાનો ઉદ્દેશ્ય આવા જેટલા પણ વ્યકિતઓ જેઓ પોતાના પરિવારથી વિખુટા પડી ગયા છે, તેઓને સંર્પૂણ રીતે સ્વસ્થ કરી તેમના પરિવારની શોધખોળ કરી તેમના પરિવાર સાથે મીલન કરાવવું એજ ઉદ્દેશ્ય સાથે સેવા કાર્ય કરી રહયા છે.
    વેરાવળ – સોમનાથની આસપાસના વિસ્તાર માં આપની નજરમાં કયાય
    પણ આવા અસ્થિર મગજ ધરાવતા વ્યક્તિઓ નજરે ચડે તો તેમને તેમના
    ધર સુધી પહોચવા નમ્ર અપિલ તેમના ઘરનું સસ્નાયું. “નિરાધાર નો આધાર” માનવસેવા આશ્રમ.
    પ્રભુજી – સેવા માં મદદરૂપ થવા આપની પાસેથી સંસ્થા વતી અપેક્ષાઓ તેમજ જરૂરીયાતો.
    આશ્રમ બનાવવા માટે સૌ પ્રથમ ભુમિદાન ની જરૂરીયાત જયા આવા ૫૦૦ થી પણ વધારે પ્રભુજી આશરો લઇ શકે.
    આશ્રમ ના પ્રભુજીઓની તાત્કાલીક સારવાર અથવા અન્ય ઇમરજન્સી સારવાર માટે “એમ્બ્યુલન્સ
    તમારા જીવનના ખુશીના પ્રસંગો જેવા કે જન્મદિવસ, લગ્ન એનીવર્સરી, દીકરી – દીકરાના જન્મ પ્રસંગે આપ પ્રભુજીઓ સાથે ઉજવણી કરી તેમને પ્રોત્સાહિત કરવા.
    રોજીંદા ભોજન માટે અનાજ – કરીયાણુ – તેલ – કઠોર વગેરે દાન કરીને આપના વડીલોની તિથી નીમીતે પ્રભુ ભોજન કરાવીને. આશ્રમના પ્રભુજીઓ માટે રમત ગમતના સાધનો આપીને આપની ઇચ્છાશકિત અનુચાર આર્થિક મદદ કરીને.
    આશ્રમમાં આવ્યા પહેલા આશ્રમમાં સારવાર બાદ

માનવસેવા હી માધવસેવા

નિરાધાર નો આધાર માનસેવા ટ્રસ્ટ દ્રારા ચાલતુ સેવા કાર્ય માત્રને માત્ર દાતાઓ ના સહકારથી જ ચલાવવામાં આવે છે.” પ્રભુજીઓના સ્વાસ્થયને ધ્યાનમાં લઇ રાંધેલુ તૈયાર ભોજન તેમજ નાસ્તો સ્વીકારવા માં આવતો નથી